Skip to main content

જ્યારે COVID-19 નો કેનેડામાં પ્રથમ ફટકો પડ્યો ત્યારે દેશે આક્રંદ સાથે પ્રતીભાવ રજૂ કર્યો: અમે બધા આમાં સાથે છીએ.

આજે, એક વર્ષ કરતા વધુ અને ત્રણ વિનાશક તરંગો પછીથી, આપણે જાણીએ છીએ કે સારી અર્થપૂર્ણ ભાવનાઓ,ઘણીખરી રીતે ખોટી હતી.એ વાત નકારી ના શકાય કે આપણા નસીબ બંધાયેલા છે અને મહામારી માં સામુહિક વર્તણુક મહત્વની છે, પણ છેલ્લાં 15 મહિના માં દરેક કેનેડીયનો ના અનુભવો ખૂબજ જુદા છે.

અદ્રશ્ય અને જીવલેણ દુશ્મન સામે લડવા માટે લોકોની એક સાથે જોડાવાની ઉત્થાન કથાઓ અનેસ્વાસ્થ્ય કર્મીઓ માટે થાળી તથા અન્ય વાસણો નો નાદ---એના થી જે દ્રશ્ય ઉભરી આવ્યું તે જાતિ , વર્ગ અને વય દ્વારા વહેચાયેલા એવા એકદમ અસામાન્ય મહામારીના અનુભવોનું ચિત્ર હતું.

આપણી COVID-19 ની સામાજિક રોગશાસ્ત્રને સંબોધવાની નિષ્ફળતાએ સરકારી પ્રતિક્રિયાને અવરોધિત કરી છે, લોકડાઉનનો આપણો સમય લાંબો કર્યો છે અને બિનજરૂરી બીમારી અને મૃત્યુનું કારણ બનેલ છે. લોન્ગ ટર્મ કૅર ઘરો ની બહાર પણ આ વાયરસની જાતિવાદી સમુદાયો પર અપ્રમાણસર અસર પડી છે.

આજે, ગ્લોબ અને મેઇલ બ્રેમ્પટન, ઑન્ટ., આસ-પાડોશની વિસ્તૃત પરીક્ષા શરૂ કરી રહેલ છે, જે કોવીડ દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત છે:L6P.

L6P એ પોસ્ટલ કોડના પ્રથમ ત્રણ અક્ષરો છે જે શહેરના ઇશાન ખૂણા માં આવેલ છે, જેમાં 82,000 થી વધુ લોકો વસે છે. બાકીના બ્રેમ્પટનની જેમ, આ ગ્રેટર ટોરોન્ટો વિસ્તારનો સમુદાય પણ માલના વિતરણ માટે મહત્વપૂર્ણ છે, કે જેના પર કેનેડિયન લોકો રોગચાળાથી બચવા માટે નિર્ભર છે.

સતત આ વિભાગમાં દેશના સૌથી ખરાબ પોઝિટિવિટી રેટમાંનો એક જોવામાં આવ્યો છે, જે ઘણીવાર 20 ટકાથી વધુ છે. તે હજારો આવશ્યક કામદારોનું ઘર છે, સાથે સામાજિક-આર્થિક વૈવિધ્યવાળો વિસ્તાર છે. સંસ્થાકીય રૂપે, તેની સ્કૂલોમાં ઓનલાઇન શીખનારાઓનો સૌથી વધુ દર છે અને તેની હોસ્પિટલો માં પ્રવેશ માટે કટોકટી સર્જાઈ છે . નિવાસીઓ રસી અગ્રતાની સૂચિની ટોચની નજીક છે, પરંતુ હજુ કેટલાક ને પહોંચવામાં મુશેક્લી છે.

આરોગ્યની કટોકટીમાંથી આર્થિક પરિણામ પણ એટલું જ વિનાશક રહ્યું છે.રહેવાસીઓનો ક્રમ કેનેડાની ઇમર્જન્સી રિસ્પોન્સ બેનિફિટ ચુકવણીના ઉચ્ચ પ્રાપ્તિકર્તાઓમાં છે , જ્યારે વસ્તી વૃદ્ધિમાં વિરામ હોવા છતાં રહેઠાણો ના ભાવ આસમાને ચડ્યા છે.

ટૂંકમાં, આ સમુદાય કેનેડામાં મહામારી ની ગાથા અને બીજા કોઈની જેમ વાયરસ શમાવવામાં આપણી નિષ્ફળતાની ગાથા કહે છે. જેમ જેમ તે ઘટી રહ્યાં છે, એમ જ બાકી નો દેશ પણ! તે કેવી રીતે પુન: ઉપર આવશે તે આપણુ સામૂહિક ભવિષ્ય જ બોલશે.

અમે જાણીએ છીએ કે અમારો ન્યૂઝરૂમ L6Pની વાર્તા અમારી જાતે નહિ કહી શકે . વધુમાં , અમે વાત શું છે તે પહેલાથી જાણવામાં માનતા નથી. અમને જણાવવા માટે સમુદાયની જરૂર છે.

આ અઠવાડિયે L6P માં દરેક ઘર અને વ્યવસાયને વિસ્તૃત જાહેર પરામર્શમાં ભાગ લેવા માટેનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. અમે રહેવાસીઓને પૂછવા માગીએ છીએ કે COVID-19 દ્વારા તેમના જીવન પર કેવી અસર પડી છે અને તેમના જવાબો અમારાં પત્રકારત્વને માર્ગદર્શન આપશે.

અમે અડધા ડઝન પત્રકારો સાથે પણ સહયોગ કરી રહ્યા છીએ કે જેઓ બ્રેમ્પટોનમાં રહે છે અથવા તો તેની મુખ્યત્વે દક્ષિણ એશિયાની વસ્તીથી જોડાયેલા છે. આ પત્રકારો અમારા કવરેજને આગળ વધારશે અને ગ્લોબ રિપોર્ટર્સ અને સંપાદકો સાથે મળીને કામ કરશે.તેમાંથી ઘણાં COVID-19 સાથે વ્યક્તિગત રીતે લડ્યા છે અથવા અહીંયાં અને વિદેશોમાં તેમc મિત્રો અને પરિવારો એ તેના વિનાશક આંકડાઓ જોયા છે.

બ્રેમ્પટનના પત્રકારો Vrunda Bhatt અને Gundeep Singh બંને કોવીડ -19ના ભોગ બનેલ હતાં. ગ્લોબના રેસ રિપોર્ટર Dakshana Bascaramurty સાથે કામ કરીને, અમે L6P અને ત્યાં રહેતા લોકોની રજૂઆત, અને આ રોગચાળા દરમિયાન તેમને જે અનન્ય પડકારોનો સામનો કરવો પડ્યો છે તેની સાથે અમે તમને તેમની વ્યક્તિગતઆપવીતી લાવ્યા છીએ.

સમુદાયના જોડાણને પ્રોત્સાહિત કરવા માટે, અમે બધા L6Pના નિવાસીઓને ધ ગ્લોબ અને મેઇલનું પ્રારંભિક ડિજિટલ સબ્સ્ક્રિપ્શન આપી રહ્યા છીએ, અને અમે અમારી સામગ્રીને ઘણી ભાષાઓમાં અનુવાદિત કરી રહ્યા છીએ અને નવા પ્લેટફોર્મ સાથે પ્રયોગ કરી રહ્યા છીએ.એકસાથે, L6P પ્રત્યેની અમારી કટિબદ્ધતા, કેનેડિયનને રોગચાળાના અંતને ચિહ્નિત કરવામાં મદદ કરવાના લક્ષ્ય સાથે ચાલુ અને વ્યાપક રહેશે.

David Walmsley, Editor-in-chief

Matt Frehner, Head of Visual Journalism

Nicole MacIntyre, Deputy National Editor

Our Morning Update and Evening Update newsletters are written by Globe editors, giving you a concise summary of the day’s most important headlines. Sign up today.

Follow related authors and topics

Authors and topics you follow will be added to your personal news feed in Following.

Interact with The Globe